Gujarati Quote in Religious by Parmar Mayur

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏અરે દોસ્ત ખરેખર ઝળહળતી દિવાળી નો તહેવાર આવ્યો છે.

ચાલને પરસ્પર સમજના દીપક સમજથી પ્રગટાવીએ.

તું તારા મનના વિચારોમાં ઉમંગ અને ઉત્સાહ ની જ્યોત પ્રજ્વલિત કર

હું પણ મારા મન ભીંતર ભરાઇ રહેલા અંધકારને સકારાત્મક વિચારો થી દૂર કરી દઉં.

તું એક કામ કરને તારા સારાં વિચારોથી મારા કંઈક ખોટાં વિચારો હોય તો સાફ કરી દે.

બસ! પછી હું અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો મનોમંથન કરી સુધારો કરીને હળવો થાઉં.

તારાં ચહેરાને તું હંમેશા જે રીતે હસતો રાખે છે, એટલે બસ છે વાહ ઘર આંગણું હંમેશા ચોખ્ખું દેખાય છે.

પછી ભલે પધારો નું લખાણ નહીં લખીએ તો પણ ચાલશે કેમ કે આવકાર તો મુખ પરથી ખ્યાલ આવી જાય છે..

તારાં રંગ રૂપી શબ્દોનાં આવકાર માં રંગોળીની એક અનોખી ભાત આંગણાં સાથે અતિથિ મનમાં રચાય છે.

અમાસના અંધકારને દીપક જ્યોત, મનનાં અંધકારને મનની જ્યોત પ્રગટાવી દિવાળી ખરાઅર્થમાં ઉજવીએ.🦚🦚

Gujarati Religious by Parmar Mayur : 111955895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now