નથી ગમતું
જો હોય લાગણીને પ્રેમ, તો પોતાનાથી દુર જવું નથી ગમતું,
લાગણી વિના તો સ્વજનોની પાસે રહેવું પણ નથી ગમતું.
જો હોય સ્નેહ આદર તો પોતાના થી વિખૂટાં પડવું નથી ગમતું,
અવિશ્વાસ જ હોય તો પછી પોતિકા ઘરમાં રહેવું પણ નથી ગમતું.
જો હોય પરસ્પર સન્માન તો પછી અલગ થવું નથી ગમતું,
જો લાગણીશૂન્ય હોય પોતાના, તો પછી જોડે રહેવું નથી ગમતું.
વિચારે જો એકમેકનું તો પછી પરિવારથી દૂર થવું નથી ગમતું,
વિચારે જો ફક્ત પોતાનું તો ભેગા થવું ને રહેવું પણ નથી ગમતું.
ઘસાવાની ભાવનાથી ટકે છે કુટુંબ,બાકી પરિવારમાં પણ નથી ગમતું,
સહન કરે એ જ વેઠીને નાનાં, મોટાં બની શિખામણ દે ત્યારે નથીગમતું.
સૌજન્ય;-ચિરાગ.એચ.શર્મા.
- Umakant