હમણાં ખરેખર લખવાની કોઈ ઈરછા ના હતી પરંતુ કોઈ એક વ્યકિતએ એક ચર્ચા દરમિયાન ઈશ્વર પ્રત્યે તેમનો નકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમને તેમની દષ્ટિકોણથી પ્રત્યુતર આપ્યો હશે.
મને તેમની આ સ્પષ્ટતા ખુબ જ ગમી અને તેમના પ્રત્યે માન પણ વધ્યું કેમ કે તેમને જાણતા અજાણતા પણ એક વાત સ્વીકારી કે ભગવાન નામનું કંઈક તો તત્વ છે, તો જ તેમને ના માનવાની વાત કરી હશે.એટલે એક રીતે જોતાં સમજાયું કે ભગવાન વિશે એ જાણતા તો હશે જ બીજું કે નાસ્તિક માણસ જ સમય આવે શ્રેષ્ઠ આસ્તિક બને છે. આ વાત મારી અંગત રીતે માનવી છે.
એ ભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે "હું ભગવાનમાં માનતો નથી" પરંતુ તે ના માનવાં પાછળ નાં કોઈ ચોક્કસ કારણો રજૂ કર્યા નથી અને કરવા કે ના કરવા તે તેમનો વિષય રહ્યો છે.
આ સૃષ્ટિ પર મોટા ભાગના લોકો ઈશ્વર ને વિવિધ નામોથી માને છે. પુજન કરે છે. હું પણ ઈશ્વરમાં પ્રથમ તમારી જેમ વધુ માનતો ના હતો પણ તેમના અસ્તિત્વ ને સ્પષ્ટ નકારતો પણ ના હતો. મેં એવા કેટલાક નજીકના ઉદાહરણો પ્રત્યક્ષ જોયા અને માણ્યા તેમની સત્યતા જોઈ અને જાણી ત્યારે મને લાગ્યું કે ઈશ્વર નામનું કોઈ અલૌકિક તત્વ છે, સાથે જ તેના વિરોધમાં નકારાત્મક તાકાતો પણ સક્રિય છે.
મારાં ઈશ્વર પ્રત્યે માનવાનો કેટલાક સત્ય અને શ્રધ્ધા બેસે તેવાં ઉદાહરણ મારી નજીકમાં છે જે મને ઈશ્વર પ્રત્યેની પ્રત્યક્ષ શ્રધ્ધા વધારવામાં સહાયક સાબિત થયાં છે.
(1) અમદાવાદ નજીક ખેડા નામનો જીલ્લો છે અને આ જીલ્લા નું 'રઢુ" નામનું ગામ છે.આ ગામમાં એક પ્રાચિન મહાદેવ નું મંદિર છે.આ મંદિરમાં બસો ત્રણસો વર્ષથી માટીના વાસણમાં ઘી રાખવામાં આવેલ છે. આજ સુધી તે ઘી બગડતું નથી કે તેમાં કીડી કે માખી હેરાન કરતી નથી.મને આ ઘી સારું રહેવાનું વિજ્ઞાન સમજાતું નથી.
(2) મારા ખંભાત પાસે લુણેજ નામનું ગામ છે તેની નજીક વડુચી માતાજી નું મંદિર છે.તેની પાસે એક પુરાણી વાવ છે.એ વાવ ને જ્યારે ગાળે છે ત્યારે એક કેરી માતાજીના પ્રસાદ રૂપે વાવમાં પાણીની અંદર મુકવામાં આવે છે. આ કેરી આવતા વર્ષ પણ વાવ ગાળવામાં આવે ત્યારે હેમખેમ અને તાજી એ જ પરિસ્થિતિમાં હોય છે.
આજ રીતે જગન્નાથ પુરી, અમરનાથ, વૈષ્ણોદેવી,કરણી માતાજી નું મંદિર વગેરે ઘણાં જ ઈશ્વરીય તાકાત નાં પુરાવા આ કળિયુગમાં પણ હાજર છે.
આ દેવી તત્વની તાકાત સિવાય મને શક્ય લાગતું નથી.આવા તો આખાં ભારતભરમાં અઢળક ઉદાહરણો છે જે આપણે ભગવાન છે તે માનવાં માટે સક્ષમ કારણો આપે છે.માટે ઈશ્વર ની તાકાત ને વગર સમજે નકારી કાઢવી એ આપણી નાદાની છે. વિજ્ઞાન ની એક સીમા હોય છે જ્યારે વિજ્ઞાન ની સીમા સમાપ્ત થાય છે ત્યારે ધર્મ ની સીમા ની શરૂઆત જ હોય છે અને વિજ્ઞાન ધર્મ ને આધારે છે એટલું હું સ્પષ્ટપણે માનું છું.
હું તો અંતે એટલું જ કહીશ કે મારા જાત અનુભવ થી મેં ભગવાન જોયા નથી પરંતુ તેની તાકાત ને અનુભવી છે.માટે એ મહાન શકિતને મારા પ્રણામ છે.