....અસર છે

શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.

ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.

આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.

એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.

સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111948807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now