🙏🙏મિત્રતા નું એક બીજું પણ ઉપનામ છે ભાઈબંધી જેની સાથે ભાઈ જેવી બનતી હોય તેને ભાઈબંધ કહેવાય કેવી આપણી ગુજરાતી ભાષાની લાક્ષણિકતા છે.
આજે "મિત્ર દિવસ" પર મિત્રતા શબ્દ નું ચલણ સોશિયલ મીડિયા પર ખુબ જ વ્યાપક પ્રમાણમાં થયું અને થવું પણ જોઈએ.જેથી માણસ નામના સામાજિક પ્રાણીને ખ્યાલ આવે કે મોબાઇલ જ દુનિયા નથી મોબાઇલ સિવાય પણ એક બહારની દુનિયા છે જેમાં ઘણા જ સંબંધો છે જેની સાથે જીવવામાં આવે તો એક ભ્રામક ખુશી કરતા સાચી ખુશીઓનો અહેસાસ અનુભવી શકાય છે.
તેમાં પણ મિત્રોનાં વૃંદમાં જો ગોષ્ઠિઓ રચાય તો જીવનમાં હંમેશા તણાવ નામના તળાવમાં ડુબતા માણસને રાહત નામની નાવડીમાં વિહાર કરવાનો અનેરો અહેસાસનો અનુભવ થશે.
મનુષ્ય પોતાના મનની દરેક લાગણીઓ દરેક જગ્યાએ કે પોતાના લોહીના સંબંધો માં રજુ કરી શકતો નથી જ્યારે મિત્રતા એક એવો રક્ત વિનાનો સંબંધ છે. જેના પર માણસ આંખો મીંચીને વિશ્વાસ કરીને રજુઆત કરી દેતો હોય છે અને પોતાના મનથી હળવો ફૂલ થઇ જતાં હોય છે.
જેની આગળ પોતાના બધાં જ સુખ દુઃખ રજું કરવામાં કંઈ પણ બંધન ના નડે એવા જ સંબંધ ને ભાઈબંધી કહે છે.🦚🦚