ભૃતૃહરિ નીતિ શતક
૯૮ વસંતતિલકા
ન આકૃતિ, કુળ તથા ફળશે ન શીલો,
વિદ્યા નહિ, નહિ કરેલ પ્રયત્ન સેવા,
પૂર્વે કરેલ તપથી સુનસીબ જે છે,
તે વૃક્ષ જેમ નરને સમયે ફળે છે.
રૂપ કંઇ ફળતું નથી,કુળ કે શિલ્પ ફળતું નથી, વિદ્યા પણ નહિ અને
પ્રયત્નપૂર્વક કરેલી સેવા પણ ફળતી નથી.પરંતુ પૂર્વના તપથી જે ભાગ્ય
એકઠાં કર્યા છે, તે જેમ સમય આવે વૃક્ષો ફળે છે તેમ
મનુષ્યને ફળ આપે છે.
🧎 🙏