દિકરી
જો તને વિપદા પડેથી તું રડે છે દિકરી
શેર લોહી તો મારું બળે છે દિકરી
માંગતી દોલત નથી ને, ઝંખતી બસ લાગણી
એટલે તો દીકરાથી તું ચડે છે, દિકરી
પાછલાં. જન્મો પણ કીધાં હશે, તમે આકરા
ભાગ્યશાળી એમને. આ ભવ. મળે. છે,દિકરી
કેટલાનાં ઘર સુધી એ, એકલો પહોંચી શકે?
એ વિચારીને પછી ઈશ્વર ઘડે છે, દિકરી
કોકની મા, બહેન પત્ની તો હશે એ પીડિતા
રોજ જે અખબારના પાને જડે છે, દિકરી
તું પિયરની મોહ માયા, માયરામાં ત્યાગતી
આટલી સમજણ તને ક્યાંથી પડે છે, દિકરી
બાપની ઇજ્જત કદી ના ગામમાંથી ઓસરે
ધ્યાન એનું રાખતી સૌ માં ભળે છે, દિકરી
🥵. 🙏