મારા માટે તને હવે સમય નથી,તું ઓનલાઇન છે છતાં રીપ્લાય નથી.
બબ્બે ચાર ચાર સીમકાર્ડ એટલે તને પકડવું બઉ આકરું અઘરું લાગે.
જે નંબર પર હું જોઉં ત્યાં તરતજ બદલી નાખે સીમ અને હેન્ડસેટ !
કેમ કે તારી પાસે હેન્ડસેટ ભેટ દેનારની કમી નથી.
અમારે તો આખો દિવસ કમાવું,તારો ખર્ચો વેઠવો,ઉપરથી ધમકી મોંઘી ગિફ્ટ માટે મહેનત !
તારો પ્રેમ પામવા વધુ ઉશ્કેરાઈ જવાય તો સોરી સોરી આપણે કીધા કરવું.
- वात्सल्य