હું પણ ગુજરાતી
નજરથી એ માણસ પારખે
હુન્નર છે લોહીમાં
નાની મુડી સાથે ધંધો
હિસાબ પણ વેઢામાં
તું છે ગુજરાતી ને
હું પણ ગુજરાતી
દ્વારકામાં દ્વારકાધીશ
દરિયે સોમનાથ મહાદેવ
ડાકોરે બીરાજે રણછોડરાય
ગબ્બરે માતા અંબાજી
તું છે ગુજરાતી ને
હું પણ ગુજરાતી
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા
-Kaushik Dave