હતું એમ કે....કદાચ
તને મળીશ તો એક ધબકાર ચૂકી જઈશ,
શું બોલું...શું નહિ...એ વિચારમાં જ મૌન રહીશ,
તને જ જોયા કરવાની ઈચ્છા રોકી નહિ શકું,
સ્થળ, સમય,સંજોગ નું ભાન ભૂલી જઈશ,
કદાચ અજાણતા સ્પર્શ થયો તો હું ધન્ય થઈશ,
તારી આંખોમાં જોઈ મરતાં જીવી જઈશ,
તું મળી બે ઘડી એ જ નસીબ મારા,
આભાર ઈશ્વરનો માની તારા ચરણ સ્પર્શ કરીશ.
ખુશ રહેજે અને સદાય હસતી રહેજે,
તારા બધાં જ દુઃખ દર્દ મને દઈ દેજે,
રોગ પીડાથી સદા દૂર રહે એ પ્રાર્થન કરીશ,
પ્રેમ કર્યો છે, કરું છું...
છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ...
કરતો રહીશ...
કરતો રહીશ...