પગ મારા આજે અયોધ્યા જવા દોડે છે
મન મારું આજે શ્રી રામ રામ પોકારે
આવ્યા મારા પ્રભુ શ્રી રામ અયોધ્યા માં પધારે
મંદિર માં એતો આજે મારા પ્રભુ શ્રી રામ બિરાજે
થઈ અયોધ્યા નગરી પાવન આજે
પ્રભુ મારા શ્રી રામ આજે અયોધ્યા પધારે
પ્રભુ સંગ માતા સીતા, ભાઈ લક્ષમણ પર પધારે
અયોધ્યા વાસી આજે દીપ અને ઉલ્લાસ થી પ્રભુ ને વધાવે
કરી આરતી પ્રભુ શ્રી રામ નામ ની જય લોકો હર્ષ થી બોલાવે
પ્રભુ ના આગમન નો અયોધ્યા સંગ પૂરાં દેશ માં પણ પ્રભુ ના જય નો જયકારો બોલાવે
પ્રભુ મારા શ્રી રામ આજે અયોધ્યા માં પધારે
બધા ભક્તો ના મન આજે ખુશી થી ભગવાન શ્રી રામ ની જય જય બોલાવે
ઘર ઘર દિપ પ્રગટાવી, રંગોળી કરી પ્રભુ ને પ્રસાદ ધરાવી આરતી કરી પ્રભુ ને પોતાની એ ખુશી ને દર્શાવે
વાટ થઈ આજે પુરી વર્ષો થી પ્રભુ શ્રી રામ મારા આજે અયોધ્યા પધારે
મન મારું આજે પ્રભુ શ્રી રામ રામ પોકારે
પગ મારા આજે અયોધ્યા જવા દોડે છે
હેતલ. જોષી... રાજકોટ 🙏🙏જય શ્રી રામ 🙏😊🙏💐💐