“કાશી નગરી “
બહુ પ્રાચીન કાળમાં તે ભગવાન વિષ્ણું (માધવ) પુરી તરીકે ઓળખાતી
હતી. કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન છે.મોક્ષનગરીનો ઉલ્લેખ
શાસ્ત્રોમાં આ પ્રમાણે જોવા મળે છે
“ यंत्र कुमापि वांकाश्यां मरणे समहेश्वर
जन्तोर्देक्षिणकर्णो तुमत्तारंसमुपातिशेत॥”
“ યત્ર કુમાપિ વાંકાશ્યાં મરણે સમહેશ્વર
જન્તોર્દક્ષિણકર્ણો તુમત્તારંસમુપાતિશેત.”
અર્થાત…કાશીમાં ક્યાંક કોઇનું પણ મૃત્યુ થાય ત્યારે ભગવાન વિશ્વેશ્વર
( વિશ્વનાથજી) જીવ માત્રના જમણા કાનમાં ભવતારક મંત્રનો ઉપદેશ આપે છે.
તે સાંભળી જીવ ભવબંધનમાંથી મુક્ત થઇ જાય છે.
🙏. 🙏. 🙏