પ્રકૃતીના ખોળે
કેટલો સુકુન જ્યારે પહોંચ્યો ભુતકાળમાં ડોકીયું કરી આજે આ વૈભવી દુનીયાથી દુર ૨૫- ૩૦ વર્ષ પહેલાં ની દુનિયામાં
વગડામાં ખેતરે સીમાડે એ અંધારી રાત ચાંદની નો પ્રકાશ, કેટલુ શાંત ચોખ્ખું પવીત્ર વાતાવરણ એ ઓથકે ઝોપડીમાં દીવો કે ફાનસનો પ્રકાસ.. પણ કેટલી શાંતિ કેટલો આનંદ કેટલી નિરાંત...
જયારે આજે આ વૈભવી દુનિયામાં ન કોઈ આનંદ ન ઉત્સાહ ન શાંતી ન આરામ...
રાતનો સંન્નાટો કુદરતી પ્રકૃતિ ના ખોળે ઈશ્વર ની કેટલી સમીપ
જયારે એ જુની દુનિયા યાદ આવે ત્યારે ,આજની આ આભાસી મતલબી સ્વાર્થી લોકોની દુનીયા નરક જેવી ભાસે
ખેતર ની પાદર એ ગાય અને વાછરડું, મગ મઠ બાજરી કાળેગડાં કોઠેબડા નો ચોમાસું પાક એ ખાઈને કાઢતી ગાય દુધ, ચોમાસું બાજરીનો રોટલો અને ચોમાસું કાળેગડાં કોઢેબડા અને ચોળા ફળીનું શાખ, દીવસે તાજા આછણાની છાસ, અને સાંજે ગાવલડીનું માટીની તોલડીમાં ગઢેલું ગરમા ગરમ તાસળામાં દુધ સાથે બાજરીનો રોટલો...આવે યાદ કે ઈશ્વર મને ફરી તું એ દીવસ પાછા આપ,
આજની ખેતી આજના પાક આજનો આહાર અને આજના આ શહેરે મારૂં છીનવી લીધું સ્વર્ગ સમું ગામ
કોકદી પહોંચું ગામડે મામાને ઘર તો યાદ આવે ત્યા પણ એ નાના નાની વખતની જુની એ દુનીયા, જાણે સાજે ગમાણે બાંધતા ગાય ભેસ ને અને ખાણ આપી દોવા બેસતા ઢોરને, રાત્રે દેસાઈના ઘરે થી આવતો બકરા ધેટાનો અવાજ, વહેલી પરોઢીએ કુવાને કાઠડે ગરગડીએ. બાધીને ડોલ સહું બેડલા ભરીને આવતા, અને જટ જટ ખાવા રાધીને ભાતું ભરીને જાતા સહું ખેતરે..આગળ ચાલે ગાય ભેસને પાછળ ભાતુ ભરી સહું ચાલતા . કેવા રોગ કેવી બીમારી કેવા નળના ગંદા પાણી કેવા વીવાદ કેવા કજીયા કેવા મોટરોના અવાજ
આજની આ દુનિયામાં કેવો સાથ-સંગાથ? કેવો પ્રેમ? કેવો વેવાર? બસ જયા દેખું ત્યા પૈસાનો વહેવાર, પૈસાનો સાથ, પૈસાનો સંગાથ, માણસ બન્યો યંત્ર છાપવાનું મશીન અને ભાવના લાગણી પ્રેમનો થયો પરીહાસ