"તમ જોડે"
તમ જોડે લમણા જિક કયાં સુધી,
તમ જોડે અણ બોલા કયાં સુધી.
તમ જોડે વાત નું વતેસર કયાં સુઘી..!
તમ જોડે બોલ બચ્ચન કયાં સુધી,
તમ જોડે વાણી વિલાસ કયાં સુધી.
તમ જોડે લુકા છુપી કયાં સુધી..!
તમ જોડે રીઃહ કયાં સુધી,
તમ જોડે ઠઠ્ઠા મશ્કરી કયાં સુધી.
તમ જોડે રોજ લપ કયાં સુધી..!
તમ જોડે પ્રેમ આખી જીંદગી સુધી,
તમ જોડે સાથ છેલ્લા શ્વાસ સુધી.
તમ જોડે મીઠો ઝઘડો જન્મો જનમ સુઘી..!
તમ જોડે"સ્વયમભુ"નું જીવન છેલ્લા શબ્દોના અંત સુધી..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ