"હું કિનારે છું"
મને મધ્યે ના શોધો હું કિનારે છું,
સરકતી રેતીના હું સથવારે છું..!
કલ્પનાની પાંખે ઊડતો હું બાઝ છું,
શિકારની નઝરમાં હું ચબરાખ છું.
મને મધ્યે ના શોધો હું કિનારે છું..!
પથ્થરથી પણ સખત હું પથરાળ છું,
રોજ ટાકણેથી કંડારાતો હું આકાર છું.
મને મધ્યે ના શોધો હું કિનારે છું..!
તુફાન સામે હું બાથ ભીડનાર છું,
આપદા ને અવસરમાં બદલનાર હું "સ્વયમભુ" નિરાકાર છું.
મને મધ્યે ના શોધો હું કિનારે છું..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ