"ફાટેલી નોટ"
જીંદગી કેવી ફાટેલી નોટ જેવી,
જાતને રાજી રાખી ને પોતે માણવાની.
જીંદગી કાયમ ફાટેલી નોટ જેવી રહેવાની..!
હમણા હમણા કરતાં રાહ બધાની જોવાની,
છેલ્લે નિસાસો નાખી ને આંખ મિચિલેવાની.
જીંદગી કાયમ ફાટેલી નોટ જેવી રહેવાની..!
આપલે બધા સાથે રાખી જીંદગી જીવવાની,
મોજમાં નથી છતાં મોજ માં ખપાવવાની.
જીંદગી કાયમ ફાટેલી નોટ જેવી રહેવાની..!
બીજાની ખુશી માં જાત ને બતાવવાની,
અંતર ના આંસુ ને રોકી પોતાની લાગણી દબાવવાની..!
જીંદગી કાયમ ફાટેલી નોટ જેવી રહેવાની..!
ઘર ના મોભી ની સલાહ ઉંબરાથી પાછી વળવાની,
પથારીમાં પડ્યા પડ્યા મેણા"સ્વયમભુ"કાયમ સાંભળવાની.
જીંદગી કાયમ ફાટેલી નોટ જેવી રહેવાની..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ