ના ગરમી ના ઠંડી ચાલે આ નવેમ્બર મહિનો.
ભીનાશ ક્યારેક ઉકળાટ આ નવેમ્બર મહિનો.
ક્યારેક મીઠી મંદ શિયાળાની લ્હેરખીનો સ્પર્શ!
ક્યારેક પરસેવે રેબઝેબ આ નવેમ્બર મહિનો.
ક્યારેક તડકો ક્યારેક છાંયડો ક્યારેક એકલા!
ક્યારેક મળું ક્યારેક મળે આ નવેમ્બર મહિનો.
ક્યારેક એ આવે મળવા મન મસ્તિએ ચડે પડે!
ક્યારેક રખડે નદી સરોવર આ નવેમ્બર મહિનો.
એકલો બેસી વિચાર કરું આ બધું તો મારે માટે!
તત્ક્ષણ એ વિચાર આવે આ નવેમ્બર મહિનો.
"વાત્સલ્ય"નો વરસાદ વધે ઘટે કર ના અફસોસ!
ધરતી લ્યે મનથી સુવાસ ચાલે નવેમ્બર મહિનો.
તું વાવાઝોડા જેમ આવે ઝડપી જાય બારે માસ!
અંતે આખર તારીખ અને વરસનો નવેમ્બર મહિનો.
- वात्सल्य