ના હરખવો તમે એ જોઇને એ ઘણો સુખી છે,
અહીં સૌ કોઈ છે અપૂર્ણ એને કંઈ તો દુઃખ છે..
છે વિશાળ ઘુઘવતો દરિયો,
પણ એ છે ખારો, શું તેને પણ કંઈ દુઃખ છે?
નિરંતર ધરાનું આભને દેખવું,
ને અકારણ વરસી પડતું વાદળું, શું તેને પણ કંઈ દુઃખ છે?
એ અધુરાની અધૂરપ જુઓ,
અધૂરો છલકાતો અતિ ઘણો, શું તેને પણ કંઈ દુઃખ છે?
ડગલે પગલે ઢોંગ ધરા,
મોઢે મુખોટો હાસ્ય દેખાડતો,શું તેને પણ કંઈ દુઃખ છે?
દૂરના ડુંગરા રળિયામણા ઘણા,
સુખી દેખાતા સૌ કોઈને અહીં કંઈ ને કંઈ દુઃખ તો છે..
રાધે રાધે
જય શ્રીકૃષ્