તમે પોતાનો છંદ સ્વયં બનો.
તમારા જીવનનો હિસાબ તમારે જ આપવાનો છે,
કોઈ ધર્મગુરુ, કોઈ મહાત્મા, કોઈ સાધુ મુનિ તમારા જીવનનો હિસાબ કે જવાબ નહિ આપે.
કોણ નક્કી કરશે કે તમારે કેવી રીતે જીવવું?તમે તમારા માટે જીવશો, તમારા માટે મરશો અને જીવવા માટે જવાબદાર રહેશો.
જીવન મૂલ્યવાન છે, કિંમતી છે.
માટે, દરેકની વાત માનવી જરૂરી નથી,
આ ગુલામીમાંથી મુક્ત થવું જરૂરી છે.
કુદરત જયારે પૂછશે કે, " શું કર્યું તારા જીવનનું તે?"
તો એના જવાબ માટે તમે બંધાયેલા હશો, તમારા ગુરુ કે મુનિ મહારાજ નહિ. માટે જીવનને ઢંગથી જીવવું, જેથી, સમય આવ્યે કુદરતને સરસ મજાનો જવાબ આપી શકાય.
-@nugami.