જીંદગી જીવી રહી આ ધરા પર,અહેસાસ ખોવાઈ ગયો છે.
પ્રેમ તો કરું છું પ્રિયતમને દિલથી,પરંતુ અહેસાસ ખોવાઈ ગયો છે.
વાતો કરી લઉં છું અનહદ પ્રેમની,પરંતુ અહેસાસ ખોવાઈ રહ્યો છે.
ધ્યાન તો બધું જ રાખું છું પ્રિયતમ નું,પરંતુ અહેસાસ ખોવાઈ રહ્યો છે.
શ્વાસમાં વિશ્વાસ છે જોડાયેલ દિલથી ,પરંતુ અહેસાસ ખોવાઈ રહ્યો છે.
મનથી પહેલા યાદ આવે છે એની,પરંતુ અહેસાસ ખોવાઈ રહ્યો છે.
આંખોમાં સપના જોડાયેલા છે દિલથી,પરંતુ અહેસાસ ખોવાઈ ગયો છે.
-Bhanuben Prajapati