તારી અઢળક પ્રીત જોઈને, મનડું મારુ પિગળી ગયુ;
શરદપુનમની રાતલડીએ, દિલડુ પ્રેમને પામી ગયું;
પ્રેમભર્યું આલિંગન મુજને, ભીતર સુધી હરખાવી ગયું;
રોમરોમમાં પ્રીત ભળીને, પ્રેમનું અંકુર ફુટી ગયુ;
શીતળ લહેરખીમાં દિલને, એક વચન મળી ગયુ;
દોસ્ત! મારુ આયખું સંપૂર્ણ તુજને કરીને, મન હષૅથી ખીલી ગયુ.
-Falguni Dost