૧) (દીકરીના દરબારમાં જ્યારે દીકરીએ હેતથી ઝુલાવ્યો ત્યારે હૈયું હાથમાં ન રહ્યું. અનાયાસે
નયનનાં નીતરતાં નીરખી આશિષનો અભિષેક
થઇ કયો.
૨) સમય સરકતો જાય છે,
જિંદગી જીવાતી જાય છે,
હજુ તો મેળવ્યો ગુમાવ્યાનો
તાળો મેળવવા જાઉં છું, ત્યાં તો
સમય બદલાઇ જાય છે.
૩) સંબંધોની કિચેઇનમાં કહેવાતા પોતાના
બધાય લાગણીની ચાવીઓ ભરાવી જાય છે,
પરન્તુ જરૂરિયાત વખતે તે ચાવીથી લાગણીનું
એક્ય તાળું ખુલતું નથી
૪) વાસ્તવિક ભૂલ ના સ્વિકારવી તેની પાછળ
અહંકાર હોય છે, જ્યારે વાસ્તવિક ભૂલ
સ્વિકારવી તેની પાછળ સંસ્કાર હોય છે.
૫) પ્રશ્ન પુછીને જવાબ સાંભળી
જખ્મી થવા કરતાં,પ્રશ્નને પચાવીને
ભૂલી જાવ.
૬) જીવનમાં સુખ-શાંતિના તત્વો:
નમ્રતા આગળ નમી જાવ.
જીદ આગળ ધમકી જાવ.
લાગણી આગળ લળી જાવ.
વાણી આગળ વળી જાવ.
માન આગળ મળી જાવ.
આ પાંચ તત્વો જીવનમાં ઉતારીશું તો સંતોષના સરોવરમાં તરતા રહીશું
🙏🏻. 🙏🏻. 🙏🏻