એક પ્રશ્ન.
જગત નાનું થઇ ગયું છે.નવી પેઢીના સંતાનોને જગત ફંફોસવું છે.એમને દેશમાં રહેવું નથી.એમને અન્ય સંસ્કૃતિઓ જોવી છે, અનુભવવી છે, માણવી છે. પરિણામે માનવિય સંબંધોની ભાત પણ બદલાઇ રહી છે. લગ્ન એક સંસ્થા “મેરેજ ઇઝ એ ઇન્સટીટ્યુશન (Marriage is an institution) બની રહેવાને બદલે વિભિન્ન પ્રકારના આકાર અને પ્રકાર લોઇ રહ્યું છે. શિક્ષણની પરિભાષા બદલાઇ રહી છે શિક્ષક સાથે સંકળાએલો એ ‘ગુરુ’ નો માનનીય પૂજનીય ખ્યાલ બદલાઇ ગયો છે.અને એ શિક્ષણ બીજા પ્રોવાઇડરર્સ ની માફક એક સર્વિસ પ્રોવાઇડર બની ગયો છે.
🙏