શું કઈ ખોટું લાગ્યું છે તને, કે સામે ચાલીને ખોટું લગાડ્યું છે?
વાત તો જાણે હતી જ નહી કઈ, ને એનું વતેસર બનાવ્યું છે.
કોઈ વ્યક્તિથી ક્યારેક તો ભૂલ થાય તો સીધું છોડી ના દેવાય.
વિચાર તો ખરા એણે તો સપનામાં ય તારું સારું જ વિચાર્યું છે?
તારા સાથે ઓળખાણ કરવા એણે કેટલી રાહ જોઈ હતી.
મિત્રતા કરી રહી હતી ત્યારે તો એની બધી વાત જોઈ હતી.
તને પણ ખબર છે, એની માટે તારી ખુશીનું કેટલું મહત્વ છે.
આમ ગુસ્સો કરતી વખતે બંને એ સમજણ ક્યાં ખોઈ હતી?
-તેજસ