" ધોધમાર વરસ કે છાંટણા કર,
પલળું હું, તુ મને છત્રી ના ધર,
ચલ ને પાણી માં છબછબીયા કરીએ,
ડુબવાંને વ્હાલ નાં ખાબોચિયા. કર,
કાગળ ની હોડલી ને મુકીએ તરતી,
ચલ બચપણ માં તુ આંટો તો ફર,
મુશળધાર આવે તો પલળીએ સાથ માં,
વરસાદ ની છાંટ માં તુ ઈશારો તો ભર,
ઝરમર ના થાવું આજ ભીની મોસમ માં,
હેલી થવાની તુ આંગળી તો ધર,
આંગણે ઊભો છે આજ બાળક થઈને,
જોરદાર વરસી ને તુ આજ ખાલીપો ભર".
મિત્તલ પુરોહિત (મુસ્કાન)
-Mittal purohit