પાઠવી શુભેચ્છાઓ આજે સૌએ,
યાદ કર્યો કારગિલ વિજય.
છે દિવસ આજનો ઐતિહાસિક ઘણો.
વિચાર આવે મને એ પરિવારજનોનો...
ગુમાવ્યો આધાર જેમણે આ યુદ્ધમાં.
કેવી હશે સ્થિતિ એમની આજે?
હૈયું રડતું હશે ને મન લેતું હશે ગર્વ પોતાના લાડકવાયાની કુરબાની પર!!!
સો સલામ એ શહીદોને,
પણ એક સલામ આ પરિવારજનોને પણ...
આપ્યો જેમણે પોતાનો લાડકવાયો આ દેશને કાજ!
-Tr. Mrs. Snehal Jani