બારી બહાર વરસે વરસાદ...
ભીંજવે અસ્તિત્વ આખું...
કોઈ ભીંજાય ઉપરછલ્લું...
કોઈ અંતર થી તરબતર થાતું...
કોઈની આંખોમાં વરસે ચોમાસું ....
કોઈ ના હૃદયમાં ચોમાસું બેઠું...
કોઈ માટી ની મહેક ને માણતું...
કોઈ પોતે જ મહેકી ને નાચતું...
કોઈ સ્નેહીના સાથ ને માણતું...
કોઈ નીજને માણવા તરસતું....
કોઈ વરસાદની હેલીમાં તણાતું...
તો કોઈ સાંબેલાધાર માં ગીત ગાતું...
જેવું આકાશ ભીતર ઘનઘોર થાતું...
બહાર એવું જ ચોમાસું વર્તાતું...
-Tru...