“તો ગયાં સમજો,”
સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો.
જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો.
જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો.
આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું અહીં,
મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયા સમજો.
દિલમાં હો દુઃખ, તે છતાં, હસતાં રહેજો તમે,
ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.
.... સૌજન્ય..વોટ્સએપ્સ.
🙏