મુલાકાત હજુ છેલ્લી બાકી હતી...
પરસ્પરની લાગણી પણ પરખાવાની હતી...
મળ્યા એક નવા દિવસે જૂના બની ને...
પણ એમાં જૂનું કઈ નહિ, ખાલી જૂની એમની કહાની હતી...
એકે કહ્યું,'કેમ છો?'
એણે કહ્યું,' બસ,ચાલે છે. અટક્યું નથી.'
જીવાય છે અહીં કોઈ માણસ મર્યું નથી.
પછી તો હોઠો પરનું સ્મિત સાચવી ને આંખો ભીની થઈ.
એમની છેલ્લી મુલાકાત કંઇક આવી થઈ.
હાથના આલિંગન એ અસ્તિત્વને સમજાવી દીધું..
આંખો ની સંતાકૂકડી એ હૃદયને જાહેર કરી દીધું
બોલવાનું ઘણું હતું પણ મૌન સ્વીકારી લીધું.
સદીઓ સાથે જીવવા નું કહેનારા એ આવજો કહી દીધું.
-Tru...