મારી ડાયરીનાં વર્ણવેલા દરેક શબ્દો તારા માટે જ છે,
નવલકથામાં વર્ણવેલા એક એક શબ્દો તારા માટે જ છે.
ના કહેવાતી હકીકત પછી ભીતરમાં છૂપી લાગણીઓ,
છેલ્લા અધ્યાયનો આખરી પુર્ણવિરામ તારા માટે જ છે..
પળેપળની બેકરારી ને ધીમેધીમે ચાલતી સમયની ચાલ,
અંતે, મારી આંખોની શાશ્વત પ્રતિક્ષા તારા માટે જ છે..
રોજ સવારે પડે છે ધરા પર શ્વેત ઉજળી સૂર્ય કિરણો,
મધ્યાન પછી આથમતી સિંદુરી સાંજ તારા માટે જ છે.
આંખોમાં નીંદર ને પાંપણે સપનાઓની આખી વણઝાર
ખુલ્લી આંખોની હકીકતને જીવાતી ક્ષણ તારા માટે જ છે..
જિંદગીથી મૃત્યુ સુધી શાશ્વત પ્રતિક્ષા ને અંતિમ ઇચ્છામાં,
ફરીથી જન્મ લેવાની આતુરતા ફકત તારા માટે જ છે..
સમજથી પરેહ મારી વાતો ને તારા ઉઠેલા પ્રશ્નોની આંધી
પણ આ ના સમજાતી દરેક વાતો પણ તારા માટે જ છે..
ગીતનાં ગુંજનમાં સંગીતના સૂર લય ને તાલની રમઝટમાં
એક એક પંક્તિમાં અનુભવાતી મારી પ્રીત તારા માટે જ છે..
કેમ કહું હું તને તુ નથી છતાં આસપાસ તુ જ હોય છે હવે
દર્શુની દરેક કવિતાના છંદ-અછાંદસ હવેથી તારા માટે જ છે.
Darahu Radhe Radhe