કયા જન્મના કયા કર્મનો ભાગી હતો નથી સ્મરણ, સુરતા નથી જાગૃત થઈ નાથ , મોહ માયાના બંધનમાં કયારેક હસતો કયારેક દુઃખી થતો જન્મારો જતો વાંસદામાં, પણ અમી દ્રષ્ટિ થઈ તારી ,વાલા તારો આભાર💐🕉️🙏 મારૂ શું આવે નાથ હું રંક તું રાજા, તારી દયા તારા ઉપકાર આગળ હું શુન્ય , તું સાગર અને હું ગાગર પણ નહીં, તેમ છતા તારી કૃપા દૃષ્ટિ મુજ પર એ અહોભાગ્ય આપનાર પણ તું નાથ ,
શું કરવું મારે આ મૃત્યુ લોકનું મૃગજળ સમું શુખ? નથી જોઈતું નાથ કશું જ બસ તારૂ સ્મરણ અને તારો આરાધ તારૂ ધ્યાન જ મારૂ કલ્યાણ, પણ કોઈનું ઉછીનું ઉધાર ચુકવવાના હજુ હશે બાકી, બસ એટલી વાર તારા અને મારા વચ્ચે બસ એટલુજ છેટું 💐🕉️🙏