કર્મની ગતી ન્યારી..કોઈ ન જાણે કયારે શું થવાનું
કાળ ફરી રહ્યો માથે કોણ જાણે કયારે કોની વારી..
ભેગું કરેલું અહી પડ્યું રહેવાનું, આ દેહ પણ પંચ તત્વોમાં વીલીન થવાનો,
ન જાણે ભોળા માનવી કયારે શું થવાનું,
ભૂતકાળ બનવા નું અને બાકીનાએ દુઃખી થવાનું એ યાદ કરી.
મારૂં મારૂં શું કરી મરી જાય મનવા બધું ઉછીનું આપ્યું મારા નાથે, સમય આવે પરત કરવાનું.
કરીલે સ્મરણ વાલા નાથ નું, હરી ઓમ તત્સત્