એ દિવસોની વાતો???
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ.
નાનકડી એ મારી રમકડાંની ઢીંગલી
મારી યાદોમાં રહી ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
મારા બેટ-બોલ અને ભાઈબંધો
વચ્ચે મારી વિકેટ ફરી પડી ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
ભાઈ બહેનો સાથે કરેલી મસ્તી
ભૂતકાળમાં પ્રસરી ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
મમ્મીના પાલવમાં રમાતી મારી સંતાકૂકડી
સમય સાથે વહી ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
પપ્પાએ અપાવેલ પહેલી બાઈક
એ જૂના ફળિયામાં રહી ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
વાતો હતી નાની નાની પણ તોય
સૌથી મોટી યાદો બની ગઈ
વાતો વહી ગઈ, યાદો રહી ગઈ
યોગી
-Dave Yogita