*કાંટો*
''એતો એવું જ હોય...
હું કહું એ જ પાકું ...''
દરેક વાત આ શબ્દો સાથે પૂરી થતી..
દલિલનો અવકાશ જ નહીં.
એમના શબ્દો પથ્થરની લકીર..
એ શબ્દો કંટક બની ભીતર ખુંચ્યા કરે
છતાં
આદત પડી
મન મનાવી જીવવાની..
પણ..
આજ વાત સામાન્ય નહોતી..
દીકરાની ઈચ્છા ..
તેના સમણાં..
તેની મહેનત સમાયેલ હતા..
એમાં પણ..
તેમની મરજી ..
ના!
આજ બોલવું પડશે...
મનમાં સતત ચુંભતો એ કાંટો
હા! કાંટો
ખોતરીને પીડા સહીને
પણ...
કાઢવો જ પડશે...
અને મક્કમ નિર્ધાર સાથે.
શબ્દોની સોય લઈ ..
મનનો ઘા ખોતરવા બેઠી..
હા!
એજ તો ઈલાજ..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ