આજની સાંજ…..
આજની સાંજ ખૂબ અનેરી છે.
કારણ કે આજ;
સાંજના ચહેરો સ્મિતથી સજેલો છે.
જાણે સાંજના સુંદર રંગોથી રંગાયેલો છે.
સાંજની આંખો ખુશીથી ભરેલી છે.
જાણે મબલક શમણાંઓથી સજેલી છે.
આજ સાંજ ધરતી પર સાચે જ ઉતરેલી છે.
જાણે મારી લગોલગ એના રમણીય રંગોને પાથરીને બેસેલી છે.
ને મારી આંખો સાંજના સ્મિતને, રંગોને, આંખોમાં રમતા શમણાંઓને જોવામાં મશગૂલ છે.
સાચે જ આજની સાંજ ખૂબ અનેરી છે.
“અભિદેવ”