જ્યારે તમને દરેક વ્યક્તિથી તકલીફ થવા લાગે ત્યારે સમજવું કે ખરેખર તકલીફ તમારામાં જ છે. કારણકે જરૂરી નથી કે આસપાસની દરેક વ્યક્તિ ખરાબ કે ખોટી જ હોય.
જ્યારે કોઈ વ્યક્તિએ આપેલો સારો ઉપદેશ પણ તમને દીવાસળી માફક સળગાવીને બોલાચાલી કરવા બેબાકળો કરી દે ત્યારે સમજવું કે ક્યાંક તમારામાં થોડા ઘણા અંશે પરિપક્વતાની અછત છે. દરેક વ્યક્તિને પોતાનું આગવું વ્યક્તિત્વ અને વિચારો તો હોવાના જ પણ શાશ્વત મૂલ્યો(સત્યમ્, શિવમ્, સુન્દરમ્) સાથે વળગીને ચાલતા વ્યક્તિ જ્યારે આપણને ખરાબ કે ખોટા લાગે ત્યારે સમજવું કે ખરેખર તકલીફ આપણામાં જ છે.
~NRS