તારા જેવો સંગાથી મને મળે ના મળે.
જે દેતો દોષો નાથી મને મળે ના મળે.
હું તો પ્રતિક્ષામાં રહું છું અવિરત તારી,
હોય મારગમાં સાથી મને મળે ના મળે.
શી ઉપાધિ હોય મારે હાજરી હો તારી !
તું જ સર્વસ્વ આથી મને મળે ના મળે.
ઉરના ધબકારે રહ્યું હરિ સ્મરણ તારું,
શ્વાસે શકું જેને પ્રાર્થી મને મળે ના મળે.
હાજરાહજૂર છો તારી પ્રેરણા થકી તું,
હોય જે દુનિયામાંથી મને મળે ના મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.