સખી બાળપણ સાથે જીવતાં શીખી લીધું
વાતવાતમાં રિસાવાનું મુકી દીધું
અહિં કોઇને સમય નથી મનાવવાનો
એમજ જીવતાં શીખી લીધું
જિંદગીના જોયા રંગ
જાતને મનાવી લેતાં શીખી લીધું
મજા હતી જે બાળપણમાં
નથી મળતી આ સમયમાં
મનને મનાવતાં શીખી લીધું
‘સુધા’એ બાળક બનીને
જીવતાં શીખી લીધું.
…. સુધા પુરોહિત.