અદ્ભુત તારી માયા કાન્હા
ઠંડી શીતળ તારી છે છાયા.
અગણિત તો નામ છે તારાં.
મનમોહક તારી આ કાયા.
મધુર વાંસળી એવી વગાડે.
સૌનાં મનમાં પ્રીત જગાડે.
માખણ મિસરીનો તું રસિયો.
મારાં દિલમાં બસ તું વસીયો.
કાન્હા તું છે રાધાનો દિવાનો.
"મીરાં"તો બસ તારી દિવાની.
મીરાં
-Bhavna Chauhan