“અમારે તો રોજ વેલેન્ટાઈન ડે છે દોસ્તો...
અહી તો પત્ની જ મારી પ્રેમિકા છે,
એની આંખો મા પ્રેમ નો પ્રકાશ છે ,
એના દિલ ના દરિયા મા મોજ છે,
એની વાતો મા વસુંધરા ની હુંફ છે ,
અમારે તો રોજ જ વેલેન્ટાઈન ડે છે દોસ્તો...
અહી તો વાઈફ જ અમારી લાઈફ છે,
એની હરેક હરકત માં હાસ્ય ને હેત છે ,
એના ખોળામાં ખાસ એવી હાસ છે,
એની જીંદગી માં જીવવાનું જોમ છે,
અમારે તો રોજ જ વેલેન્ટાઈન ડે છે દોસ્તો...
અહી તો સંગિની જ મારી સા થી છે,
એના ઠપકા મા ઠંડક ના ટપકા છે ,
એના ભોજન મા ભરપૂર સ્વાદ છે,
એના લટકા મા લાખો નો લવ છે,
અમારે તો રોજ જ વેલેન્ટાઈન ડે છે દોસ્તો...
અહી તો અર્ધાગીની જ આશિકી છે,
એતો જીંદગી ના જંગ ની જીત છે ,
એની મસ્તી મા મઝા ની મોજ છે,
એતો મારા જીવનની ' શૈલી' છે !
દોસ્તો.. અમારે તો રોજ જ મોઝ છે...”