જીવનમાં લખાઈ રહી હોય નવી એક કહાણી એવી,
હતી એટલી નાજુક જાણે ખીલેલી લજામણી જેવી.
બાજી બંધ રાખીને પણ એ તમને જીતી લેશે અદાથી,
હરાવશે મુસ્કાનથી ચાર એક્કાઓને એક રાણી એવી.
બદલાતી રાતો સાથેય કદી વાતો તો એની ખૂટે જ નહી,
સાંભળીને સીધી દિલમાં ઉતરે, મીઠી માધુરી વાણી એવી.
છંદ ને અલંકારો પણ ઓછાં પડે આંખોને વાંચવા એની,
ના કયારેય જોઈ, કે ના'તો કોઈએ કયારેય જાણી એવી.
મારાં નસીબ કે મને એનો સાથ ને સંગાથ મળ્યો જીવનમાં,
બસ જરાક હાથ પકડો ત્યાં મહેકવા લાગે રાતરાણી જેવી.
-તેજસ