વસંતપંચમી

રોજ જેવી સવાર
નિત્યક્રમ મુજબ તારીખયું ફાડયું
અર્ધ જાગ્રત અવસ્થામાં ..
અર્ધ ખુલેલ આંખો એ વાંચ્યુ.
વસંતપંચમી..
અનેક ભાવ,
યાદો અેક સાથે ધેરી વળ્યા.
આજ તો લગ્નતિથી..
પચાસ પુરા કર્યાને વન પ્રવેશ
ત્યાં તો..
જીવનના સંધર્ષ સમયથી લઈ...
આજ સુધીની યાદો ચિત્રપટ માફક પસાર થઈ ગઈ.
અને તે લાકડીના ટેકે બગીચામાં જઈ ......
એક ગુલાબ લઈ આવી

ગુલાબ, પેપર અને બેડ ટી સાથે પોતાના કમરા માંઆવી..

હળવેકથી પતિદેવને જગાડી
ચા સાથે મૌન રહી ગુલાબ આપ્યું

પળ બે પળ તારામૈત્રક રચાયુ..
વરસોથી પરિચિત એજ હાસ્ય ..

સાથે..

તેમણે એક બોક્ષ હાથમાં મૂક્યું

સહજ અચરજથી તમને યાદ હતુ...?

અને વરસો પછી પણ એજ પ્રિત સજીવન...
વસંતના વધામણા ખરા અર્થમાં ..

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111857544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now