જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.
ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઇ કબીરની સાળે.
વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.
પાંદડીઓ ઝાકળ પીવાને,
સૂરજના કિરણોને ગાળે.
બાળક રડતું 'મા... મા...' બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.
આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઇ તને મળવાનું ચાળે ?
શુભસંધ્યા
By courtesy;-
M. Vadodariya 🙏🏻