શમણું જો સાચું પડે તો સારું નહિ તો કાંટાની જેમ ખૂંચે છે.
વાતો કરી દેવાય તો સારું નહિં તો રોજ અંદરને અંદર ચૂંભે છે.
મનમાં રાખો તો મન દૂભાય છે, ના રાખો તો આંખો ઉભરાય છે.
દર્દને વહેંચો તો સારું નહિં તો તડપ રોજ રોજ વધતી જાય છે.
આંસુ વહી જાય તો સારું નહિં તો બરફ બની રોજ દઝાડે છે.
રડી લો બેઘડી તો સારું નહિં તો અંતર વલોવાયાં રોજ કરે છે.
-Bhavna Chauhan