એક તુફાન પછી શાંત ઠરાવ મળ્યો અચાનક,
એક જીવન પછી ખરું જીવન મળ્યું અચાનક,
એક અગન પછી રુહે ટાઢક મળી અચાનક,
એક હતાશા પછી ચહેરે હાસ્ય મળ્યું અચાનક,
એક પાનખર પછી વ્હાલું વસંત મળ્યું અચાનક,
દોસ્ત! હારેલી મારી જાતને તારા તરફથી જીવનભરનો સાથ મળ્યો, અચાનક.
-Falguni Dost