सब कुछ सिखा हमने ना सिखी हुंशियारी "
સ્વ. રાણી ઈલીઝાબેથની લોકપ્રિયતાનું કારણ, તેમનો ન્યાયી અને પ્રજાનું હિત જોનાર હતા. એકવાર નામદાર પોપે તેમને પુછેલ કે,'આ આપણું સામ્રાજ્ય કેટલું ટકશે ?' ત્યારે રાણીએ જવાબ આપ્યો હતો કે, 'આનો જવાબ હું તમને એક મહિના પછી આપીશ' રાણિએ બીજે દિવસે તેમની બગી એક બેંક પાસે લેવડાવી. બેંકના તમામ કર્મચારીઓએ ઉભા થઈ તેમનું અભિવાદન કરી તેઓને સન્માન્યા. ત્યાર પછી રાણિ મેનેજર પાસે જઈને કહ્યું; ' મારે દસ હજાર પાઉન્ડની એક માસ માટે જરૂર છે.'મેનેજર થોડું વિચારતા લૉનના ફોર્મ આપતાં કહે છે, 'લો આ દસ હજાર પાઉન્ડ' અને આ પેપરો ઉપર આપની સહી કરી આપો. રાણીએ સહી કરી, દસ હજાર પાઉન્ડ લઈ પરત થયા.
એક માસ વીત્યો, રાણી તરફથી કોઈ રકમ પરત થઈ નહીં.મેનેજરે યાદ કરાવતો પત્ર રાણીને પાઠવ્યો. રાણી તરફથી કોઈ જવાબ નહી મળતાં મેનેજરે રીવાજ મુજબ કોર્ટમાં કેસ મુક્યો. કોર્ટ તરફથી પણ રાણીને પૈસા ભરવાનું તથા કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન મોકલ્યું. રાણી તે મુદતે કોર્ટમાં હાજર થયા નહીં, કે પૈસા પણ બર્યા નહીં. એટલે કોર્ટ તરફથી રાણી ઉપર સમન્સ પાઠવવામાં આવ્યું. હવે ત્યાંના રીવાજ મુજબ તે સમન્સ ઉપર નામદાર પોપની સહી કરાવવા તે પોપને મોકલ્યું. પોપ જાતે રાણીના મહેલે ગયા અને સમન્સની વાત કરી, ત્યારે રાણીએ પોપને જવાબ આપતાં કહ્યું કે,' લો આ દસ હજાર પાઉન્ડ. થોડા દિવસ પહેલાં આપ મને પૂછતાં હતાં ને કે આપણું સામ્રાજ્ય કેટલું ટકશે.તો આજે હું તમને કહું છું કે. જ્યાં સુધી
આપણા દેશમાં તમારા જેવા સંનિષ્ઠ કર્મચારીઓ છે જે કોઈની પણ શેહશરમ દાખવ્યા વગર નિયમો મુજબ કામ કરે છે ત્યાં સુધી આપણું સામ્રાજ્ય ટકશે.'
આપણા દેશમાં આજે બેંકોના હજારો કરોડના હિસાબે મોટા ગણાતા માણસો પાસે લેણા નીકળે છે.જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૬૦ લાખનો (નગરવાલા કૌભાંડ) ગોટાળો શીડ્યુલ બેંક સાથે થયો હતો. તેનું કોઈ નિરાકરણ આવ્યું નહીં તેને લઈને આજે બેંકોમાં આવા કૌભાંડો થયા જ કરે છે.