પોતાની જાત પર ગુસ્સો આવે છે?
આવતો જ હોય ક્યારેક ક્યારેક.
ના કરવાનું કરી દીધું હોય કે કંઈક કરીને થોડી કચાશ રહી ગઈ હોય.
નિષ્ફળતા કે હતાશા સાંપડી હોય.
ગુસ્સો આવે છે ત્યારે ખુદ પર સ્વાભાવિક રહ્યું.
આપણે રહ્યા માણસ! પરમાત્મા થોડા.
અરે, પરમાત્મા ને પણ ગુસ્સો તો આવે જ છે ને.
હું નથી કહેતો.
શાસ્ત્રો અને ધર્મગ્રંથો તેની સાક્ષી પુરે છે.
કૃષ્ણનું યુદ્ધમેદાનમાં રથનું પૈડું ઊંચકવું કે શિવનું તાંડવ ક્રોધ નો જ એક ભાવ રહ્યો.
હા તેમને ગુસ્સો આવતો પણ અન્યના કોઈ ખોટાં કર્મ થી.
ખુદ પર ક્યારેય નહીં થોડું ચિંતન કરી ઈશ્વર પ્રત્યે વિચારવું રહ્યું.
ગુસ્સો પણ જરૂરી છે નહીં તો પછી નિર્બળ સમજી બસ શોષણ.
પોતાની જાત પર ગુસ્સો કરવાથી કે હતાશ થવાથી શું મળશે?
બસ નિરાશા,પીડા અને ક્યારેક જીંદગીભર નો અફસોસ.
તેનાથી વિપરીત બસ શાંત મનથી.
જે થવાનું હતું તે થયું જ છે.
શી કચાશ રહી તેનું મંથન કેવું રહે?
તેની ખામીઓ ને પામી ને પારંગત બનીએ તો
એ જ ખુદ પરનો ગુસ્સા સમયે આવેલા વિચારોનું ત્વરિત ઉર્ધ્વ ગતિ તરફ પ્રયાણ થશે.