આજ મારી ધીરજને વિરામ મળ્યો હતો,
હકીકતમાં ન સહી સ્વપ્ને તું મળ્યો હતો,
આંખ સહર્ષ છલકી હતી જયારે તું મળ્યો હતો,
બધા જ દર્દને હું ભૂલી જયારે તું ભેટ્યો હતો,
પળમાં જ આંખ ઉઘડી અને હકીકતનો સામનો હતો,
દોસ્ત! છતાં માનું આભાર ઈશનો કે આ ક્ષણનો એનો ઉપકાર હતો.
-Falguni Dost