દર્દમાં પણ રાહત જેવો જે,
દર્પણમાં જોતા પ્રતિબિંબ જેવો જે,
વિરહ જો મળે તો વેદના જેવો જે ,
રેગિસ્તાનમાં મૃગજળ જેવો જે,
તે જ પ્રેમ છે પ્રેમ...
પર્ણ પરથી સરકતી ઓસ જેવો જે ,
વિશાળ સમુંદરની ગહેરાઈ જેવો જે ,
અંધારી રાતોમાં ચાંદની જેવો જે ,
સૂકી નદીમાં છીપલાં જેવો જે,
તે જ પ્રેમ છે પ્રેમ...
કાગળ પર પીગળતી શાહી જેવો જે ,
ક્યારેક અલ્પવિરામ જેવો જે ,
ક્યારેક પૂર્ણવિરામ જેવો જે ,
તો , ક્યારેક અધૂરી દાસ્તાન જેવો જે,
તે જ પ્રેમ છે પ્રેમ...
બંધ આંખોમાં સપના જેવો જે ,
ખુલ્લી આંખોમાં હકીકત જેવો જે ,
ક્યારેક પામીને ખોવા જેવો જે ,
તો ક્યારેક ખોઈને પણ પામવા જેવો જે,
તે જ પ્રેમ છે પ્રેમ...
મૃત્યુ સમયે માયા જેવો જે ,
કૃષ્ણના મુખની વાંસળી જેવો જે ,
મયુર પંખના પવિત્ર રંગ જેવો જે ,
પરમ, શુધ્ધ, શાશ્વત, પવિત્ર શબ્દ જે,
તે જ પ્રેમ છે પ્રેમ...
Darshana Radhe Radhe
#valentineday