#Azadi
પરબના ધણી દેવીદાસ બાપું, રક્તપીત્ત લોકો જેમને સમાજે પરીવારે તરછોડી મુકેલ એવા લોકોને આશ્રય આપી એમની સારવાર કરતાં, રામ રોટલો માંગી લાવી , આ દુખી બીમાર લોકોને ખવડાવતા અને ખુદ પણ ખાતા,
એક દીવસ શોળેસણગાર સજી ત્યાથી બાઈ અમરબા સાસરે જવા વેલડું લઈ નીકળેલ બાપાના આશ્રમ પાસે વીસામો લેવા વેલડું ઉભું રાખેલ હશે, તો કાને અસ્હય પીડાનું રૂદન સંભળાયું , દોડીને જોવા ગયા, દેખ્યું કરૂણ એ દ્રષ્ય અને દેખ્યા સેવા કરતા એ રુદન કરતા રક્તપીત લોકોની, એજ સમયે સંસારી માયાનો ત્યાગ કરી આઝાદ બન્યા વીકારો અને સંસારથી , બાપાની સરણાગતે જઈ, આજીવન આ રક્તપીત્ત દુઃખ થી પીડાતા લોકોની સેવા કરી, ભીક્ષા વૃતી સ્વીકારી, મનના રાવણથી મુક્ત થયા આઝાદ થયા,
બસ છે આ સાચી આઝાદી, બાકી તો તમે જેને આઝાદી માનો છો તે માયાની કેદ છે તેનો ઝાળછે ,અને માનવી તેમાં એવો ફસાય છે કે શુખ શાંતી બધુંજ ખોઈ બેસે છે, વીકારો ને આધીન બની કર્મના ભાથા બાધે છે, ઓમ શાંતિ🕉️🙏🪔